Tuesday, 20 September 2016

ROOT CAUSE

જય  શ્રી કૃષ્ણ।
                નમસ્કાર મિત્રો!
               આ મારી સૌપ્રથમ બ્લૉગપોસ્ટ છે. તેમાં રસ લેવા બદલ  તમારો આભાર.
Live your own Life!
               મને માનવજાત નું મન અને તેની કાર્યપ્રણાલી વિષે જાણવા, સમજવા તેમજ તેની કાર્યપધ્ધતિઓ શીખવામાં અતિ  રસ છે.મન વિષે જાણવા  માટે મેં ઘણા  પુસ્તકો, આર્ટિકલ્સ, બ્લોગ નું અદ્યયન કર્યું છે. તેમના મારા વિચારો હું તમારી સમક્ષ  રાખું છું.
              ROOT CAUSE
         મનુષ્ય કોઈ પણ સમસ્યા,સ્થિતિ કે વસ્તુ નું સમાધાન કરવા બાહ્ય અસરો ઉપર મહેનત કરે છે,પરિણામસ્વરૂપ એક સમસ્યા ને સમાપ્ત કરતા બીજી સમસ્યા આવી ને ઉભી રહે છે. આ બીજી સમસ્યાને પહોંચીવળે તો નવી કોઈ સમસ્યા આવી જાય છે. કારણ કે માણસ સમસ્યા ક્યાંથી પેદા થાય તેની ઉપર એકાગ્ર થવાને બદલે તેની અસરો ઉત્પન્ન થાય તેના તરફ તેનું ધ્યાન જાય છે. "હવે જો સમસ્યાના મૂળને શોધી કાઢી તેનેજ સમાપ્ત કરી નાખીએ તો તેનાથી ઉત્પન્ન થતી બધીજ સમસ્યા આપોઆપ નાશ પામે છે".તેનું એક ઉદાહરણ લઈએ.
     ઘરમા મચ્છર નો ઉપદ્રવ વધી જાય તો આપણે અગરબત્તી સળગાવીએ, ઓલ આઉટ ચાલુ કરીએ, બારી બંધ રાખીએ, બારીમાં જાડી ફિટ કરાવીએ વગેરે. પરન્તુ આતો આપણે મચ્છરોના ત્રાસ કે જેને બાહ્ય અસર ગણી શકાય તેના ઉપર મહેનત કરીએ છીએ. જો આના માટે root cause વિચારસરણી દ્વારા વિચારીએ તો
     આ મચ્છર આવે ક્યાંથી ->બહારથી બારી દરવાજા દ્વારા->બહાર ક્યાંથી આવ્યા->પાણી ભરાયેલું રહે ત્યાંથી->પાણી કેમ ભરાયેલું રહે છે>પાણી ના નિકાલ ની વ્યવસ્થા નથી, અથવા છે તો ગટર ખુલી છે કે પાણી ની ટાંકી ખુલી છે.
      તો આમ સમસ્યાનું મૂળ છે પાણીના નિકાલ ની વ્યવસ્થા નથી અથવા ગટર કે પાણી ની ટાંકી ખુલી છે. જો આ સમસ્યાનો હલ થઇ જાય તો મચ્છરનો ત્રાસ આપોઆપ બંદ થઇ જાય કારણ કે મચ્છર પાણીમા પેદા થાય અને પાણી ના હોય તો મચ્છરની ઉત્પતિજ ના થાય.
       આમ જીવનમાં ઘણીવાર આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચવાના બદલે સમસ્યા ની અસરો સાથે બાથ ભીડવામાં સમય-શક્તિ ને વેડફી નાખીએ છીએ.
      જો જીવન માં સમસ્યાના મૂળ સુધી જવાની પદ્ધતિ અપનાવીએ તો મોટી મોટી સમસ્યા પણ ભારે સંઘર્ષ કાર્ય સિવાય હલ થઇ જાય.